Need Help? Chat with us

Welcome to Our Site શ્રી સિધ્ધાંબિકા માતાનું પ્રાગટ્ય

દેવી ભાગવત પ્રમાણે અખિલ બ્રહ્માંડમાં અધિષ્ઠાત્રી દેવીશ્રી ભુવનેશ્વરી માતાનું કાયમી નિવાસ સ્થાન મણિદ્વીપમાં છે. માતાજી સદા પાર્વતીરૂપે શંકરદાદા સાથે કૈલાસ પર્વત ઉપર બિરાજે છે. જગતને જન્મ આપનાર તે જગદંબા. આમ માતા પાર્વતીજીનું બીજુ સ્વરૂપ અંબા ભવાની છે. માતા પાર્વતી જ્યાં સતિ સ્વરૂપે બિરાજમાન હતાં. ત્યાં દક્ષ પ્રજાપતિના (પાર્વતીજીના પિતા) યજ્ઞમાં વગર આમંત્રણે જતા અને અપમાનીત થતા લાગી આવતા સતિ અગ્નિ પ્રગટ કરે છે. અને સતિના દેહ વિલયથી ક્રોધિત બનેલ શિવજીએ સતિના અગ્નિ સ્વરૂપે ખભે ઉપાડી ગગન વિહારી બને છે. શિવજીનો ક્રોધ શાંત કરવા શ્રી વિષ્ણુ દેવોની વિનંતીથી સુદર્શન ચક્ર ચલાવીને સતિના દેહના ટુકડા કરે છે. જેથી શિવજી શાંત બને. ત્યાર બાંદ જ્યોતિ સ્વરૂપે આ ટુકડા ભારત વર્ષમા જ્યાં જ્યાં પડે ત્યાં દ્દેવીની શક્તિપીઠ બને છે. આવી ૫૧ શક્તિપીઠ ભારતમા છે. (જુનું ભારત એટલે પાકિસ્તાન, બાંગલાદેશ સાથેનું) ત્યાર બાદ જ્યારે જ્યારે દેવી ભકતોને મુશ્કેલી પડે ત્યારે અસુરો-રાક્ષસોનાં સંહાર માટે દેવી આરાધના થતાં માતાજી પ્રગટ્યા. જયાં જયાં દેવી પ્રગટ થાય ત્યાં જ્યોતિ સ્વરૂપ જ હોય છે. દા. ત. ગબ્બર ઉપર માતા અંબિકાનું સ્વરૂપ જ્યોતિ રૂપ દિપક હાલ જોવા મળે છે.

આપણા કુળદેવી શ્રી સિધ્ધાંબિકા પ્રથમ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા.

જૂના ડીસાનો ઇતિહાસ

બ્રાહ્માજીએ વસાવેલ આ સ્થળનું જુંનુ નામ દર્શનપુર હતું ૧૮,૦૦૦ બ્રાહ્મણો તથા ૧૮,૦૦૦ દેવાંગનાઓ તથા ૩૬,૦૦૦ વૈશ્યો આ નગરમાં વસતા હતા અને નગરની મુખ્ય અધિષ્ઠાત્રી દેવી આપણા કુળદેવી શ્રી સિધ્ધાંબિકા હતા.

Darshan Timing

• સામાન્ય દિવસોમાં મંદિરના દર્શનનો સમય
સવારે 7-00 થી બપોરે 1-00
બપોરે 3-00 થી રાત્રે 8-00
• પુનમના દિવસે મંદિરના દર્શનનો સમય
સવારે 7-00 થી બપોરે 1-00
બપોરે 2-00 થી રાત્રે 8-00
• માતાજીની આરતી
સવારે 7-00 કલાકે અને સાંજે 7-00 કલાકે
• માતાજીના અભિષેક પૂજન-પાદુકા પૂજન-આરતી પૂજન
સવારે 6-15 કલાકે
• નવચંડી હવન, સંઘના જાહેર કાર્યક્રમના દિવસે
સવારે 7-00 થી રાત્રે 8-00

Together we build happy community

Join us in the journey of happy community, growing together for healthy and calm minded society.

LIVE DARSHAN