સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર- ઉત્તર ગુજરાત ઝોનની ઘટક મિટિંગ તાજેતરમાં તા. ૧૦-૦૯-૨૦૨૩, રવિવારે શ્રી સિધ્ધાંબિકા માતાજી મંદિર પરિસર, જૂનાડીસામાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર બૃહદના પ્રમુખશ્રી કીરીટભાઇ શાહના અધ્યક્ષસ્થાને, બૃહદના મહામંત્રીશ્રી દક્ષેશભાઈ એમ.શાહ, ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી – શ્રી સિધ્ધાંબિકા દિશાવાળ સંઘના પ્રમુખશ્રી શૈલેષભાઈ સી. શાહ, મહેસાણા ઝોન પ્રમુખશ્રી સંદીપભાઈ શેઠ, ઉત્તર ગુજરાત કોર્ડિનેટર શ્રી યતિનભાઈ ગાંધી, પાટણ શહેર પ્રમુખ શ્રી મહેશભાઇ ગાંધી, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી જશવંતભાઈ ગાંધી , કડી શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ એચ.પરીખ અને મહેસાણા જીલ્લાના નવનિયુક્ત યુવાન પ્રમુખશ્રી શુભમ જી. શાહ અને તેમના સાથી હોદ્દેદારોની ટીમ, શ્રી સિધ્ધાંબિકા દિશાવાળ સંઘના ચેરમેન એમીરેટ્સ શ્રી રજનીકાંતભાઈ પરીખ, ઉપપ્રમુખ શ્રી વિજયભાઇ શાહ, મંત્રીશ્રી કમલેશભાઇ પરીખ, સહમંત્રીશ્રી-SVVP સંયોજકશ્રી હિરેનભાઇ શાહ અને ઉત્તર ગુજરાતના વૈષ્ણવ સમાજના અલગ-અલગ ઝોનના હોદ્દેદારો, મોટી સંખ્યામાં હાજર આમંત્રિતશ્રીઓના સંગમાંં ખુબજ આલ્હાદક વાતાવરણમાં સંપન્ન થયેલ હતી. તેની ઝલક…